Ongc Reviews & Complaints
Reported By: Nitinparmar210
Contact information:
Ongc
દલપતભાઈ ડાહ્યાભાઈ પરમાર
રહે. ૭૩, ઘનશ્યામ નગર,
લાલ બંગલા પાસે,
હાટકેશ્વર, અમદાવાદ-૨૬.
મો. ૯૬૬૨૫૮૯૨૬૨
પ્રતિ
મેનેજર શ્રી,
ઓએનજીસી લી.
અમદાવાદ.
વિષય : જમીન સંપાદનના નાણાં મળવા બાબત
ઉપરોક્ત વિષય અનુસંધાને જય ભારત સાથે જણાવવાનું કે, અમારી મોજે-નાદેજ, તા. દસક્રોઇ, જી. અમદાવાદ ખાતે સર્વે નંબર. ૩૮૧/૧, ૩૮૧/૩ અને ૩૮૧/૪ વાળી જમીનો વરસોથી સંપાદનમાં ગયેલ છે. જેના ભાડા પેટે અમોને ચેકથી રકમ મળતી આવેલ છે. પરંતુ માહે-માર્ચ-૨૦૧૭ થી અમોને મળવાપાત્ર રકમ મળતી નથી. તેમજ અમો દ્વારા વારંવાર તપાસ કરવા છત્તા આપના ખાતા તરફથી કોઈ સંતોષ કારક જવાબ આપવામાં આવેલ નથી. તેમજ આજદિન સુધી અમોને મળવાપાત્ર રકમની ચુકવણી કરી આપેલ નથી. જેથી કયા કારણોસર અમોને ચુકવણી કરવામાં આવેલ નથી? તેની જરૂરી તપાસ કરી અમોને નાણાંની ચૂકવણી થઈ જવા વિનંતી છે.